ગીર સોમનાથના સેવાભાવી તબીબ ડો.અતુલ ચગના આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. ડો.અતુલ ચગના પરિવાર અને રાજેસ ચુડાસમા વચ્ચે સમાધાન થઇ ગયું છે. ડો.અતુલ ચગે આત્મહત્યા કરી ત્યારબાદ એક સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં તેમના મોત માટે રાજેસ ચુડાસમા જવાબદાર હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.


ગીર સોમનાથના સેવાભાવી તબીબ ડો.અતુલ ચગના આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. ડો.અતુલ ચગના પરિવાર અને રાજેસ ચુડાસમા વચ્ચે સમાધાન થઇ ગયું છે. ડો.અતુલ ચગે આત્મહત્યા કરી ત્યારબાદ એક સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં તેમના મોત માટે રાજેસ ચુડાસમા જવાબદાર હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેના આધારે વેરાવળ પોલીસ સ્ટેશનમાં રાજેસ ચુડાસમા અને તેના પિતા સામે ફરિયાદ નોંધાઇ હતી.

લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ છેલ્લા ઘણાં સમયથી સમાધાનના પ્રયાસો ચાલી રહ્યા હતા. અંતે ડો.અતુલ ચગના પરિવારજનો,લોહાણા સમાજના અગ્રણીઓ અને ભાજપના આગેવાનોની મધ્યસ્થીથી રાજેસ ચુડાસમા અને ડો.અતુલ ચગના પરિવારજનો વચ્ચે સમાધાન થયાનું સામે આવ્યું છે.

રાજેશ ચુડાસમા છે લોકસભાના દાવેદાર જુનાગઢ લોકસભા સીટ માટે રાજેસ ચુડાસમા એક મજબૂત દાવેદાર છે. રાજેસ ચુડાસમા કોળી સમાજના આગેવાન છે. પરંતુ ડો.અતુલ ચગના આપઘાત કેસ બાદ તેઓ સામે આક્ષેપો થયા હતા. જેના પગલે ફરિયાદ પણ નોંધાઇ હતી. આ વિવાદ તેઓને લોકસભાની ચૂંટણી માટે અસર કરી શકે તેમ હતો જો કે હવે ચગ પરિવાર સાથે સમાધાન થઇ જતા તેઓનો લોકસભાની ચૂંટણીનો માર્ગ ખુલ્લો થઇ શકે છે.

કાયદાકીય પ્રક્રિયા ટૂંક સમયમાં પુરી થશે ડો.અતુલ ચગ પરિવારના નજીકના સૂત્રોએ જણાવ્યું હતુ કે ગીર સોમનાથ જિલ્લાના વિવિધ આગેવાનોની મધ્યસ્થીથી સમાધાન થઇ ગયું છે. હવે બંન્ને પક્ષના વકીલોની સલાહ પ્રમાણે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ વિવાદ પૂર્ણ થશે.હાલમાં બંન્ને પક્ષો અને વડિલોની મધ્યસ્થીથી આ વિવાદ પૂર્ણ થયો છે.

જુનાગઢ બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ છે. જુનાગઢ લોકસભા બેઠકમાં જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લો આવે છે.બંન્ને જિલ્લામાં કોળી સમાજનું પ્રભુત્વ રહેલું છે. સૌરાષ્ટ્રમાં કુલ ત્રણ લોકસભા બેઠક સુરેન્દ્રનગર,ભાવનગર અને જુનાગઢ બેઠક કોળી સમાજના ફાળે જાય છે. રાજેસ ચુડાસમા કોળી સમાજનો મજબૂત ચહેરો હોવાને કારણે તેના નામની પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોવાનું રહેશે આ વિવાદ પૂર્ણ થયા બાદ ટિકીટ મળે છે કે પછી આ વિવાદ તેને અસર કરે છે તે જોવાનું રહેશે.

Post a Comment

Previous Post Next Post