સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઇલેક્ટોરલ બોન્ડ સંબંધિત મામલામાં SBIને નોટિસ પાઠવી છે. કોર્ટનું કહેવું છે કે બંધારણીય બેંચના નિર્ણયમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે ઇલેક્ટોરલ બોન્ડની ખરીદીની તારીખ, ખરીદનારનું નામ, શ્રેણી સહિતની સંપૂર્ણ વિગતો આપવામાં આવે. SBIએ ઈલેક્ટોરલ બોન્ડના આલ્ફા ન્યૂમેરિક નંબરો જાહેર કર્યા નથી, આ માટે કોર્ટે 18 માર્ચ સુધીમાં જવાબ માગ્યો છે.
CJI ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા ચૂંટણીપંચની અરજી પર સુનાવણી કરી રહ્યા હતા. ECIએ કોર્ટને આપેલા તમામ દસ્તાવેજો પરત કરવાની માગ કરી હતી. આયોગે કહ્યું હતું કે તેણે ગુપ્તતા જાળવવા માટે આ દસ્તાવેજોની કોઈ નકલ પોતાની પાસે રાખી નથી, તેથી આગળની કાર્યવાહી માટે ઇલેક્ટોરલ બોન્ડ સંબંધિત દસ્તાવેજો આપવા જોઈએ. ઈલેક્ટોરલ બોન્ડ વિશે માહિતી આપવા સંબંધિત કેસમાં SBIની અરજી પર 11 માર્ચે સુનાવણી થઈ હતી. કોર્ટે SBIને 12 માર્ચ સુધીમાં વિગતો આપવા અને ECIને 15 માર્ચ સુધીમાં તેની વેબસાઇટ પર જાહેર કરવા કહ્યું હતું. 15 ફેબ્રુઆરીએ ચૂંટણી બોન્ડના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો હતો સુપ્રીમ કોર્ટની 5 જજની બંધારણીય બેન્ચે 15 ફેબ્રુઆરીએ ઈલેક્ટોરલ બોન્ડના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ઉપરાંત SBIને 12 એપ્રિલ, 2019થી અત્યારસુધીમાં ખરીદેલા ચૂંટણી બોન્ડ વિશેની માહિતી 6 માર્ચ સુધીમાં ચૂંટણીપંચને આપવા નિર્દેશ આપ્યા હતા. 4 માર્ચે SBIએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને એની માહિતી આપવા માટે 30 જૂન સુધીનો સમય માંગ્યો હતો. આ સિવાય કોર્ટે એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ની એ અરજી પર પણ સુનાવણી કરવામાં આવી હતી, જેમાં 6 માર્ચ સુધી માહિતી ન આપવા બદલ SBI સામે અવમાનનો કેસ ચલાવની માગ કરવામાં આવી હતી. ચૂંટણી કમિશનરની નિમણૂક અંગે આજે સુનાવણી મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક સામે સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ આ મામલે અરજી કરી હતી. અરજદારે કેન્દ્ર સરકારને નવા કાયદા હેઠળ ચૂંટણી કમિશનરની નિમણૂક કરતાં રોકવાની માગ કરી છે. ADRના વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટ સમક્ષ વહેલી સુનાવણીની માગ કરી હતી. ADR ઉપરાંત મધ્યપ્રદેશ કોંગ્રેસના નેતા જયા ઠાકુરે પણ આ મામલે અરજી દાખલ કરી છે. તેમનું કહેવું છે કે ચૂંટણી કમિશનરોની નિમણૂકને લઈને બનેલા નવા કાયદામાં ચીફ જસ્ટિસ (CJI)ને સિલેક્શન સમિતિમાંથી બહાર રાખવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં આ પ્રક્રિયા યોગ્ય ન હતી. આવી સ્થિતિમાં સિલેક્શન સમિતિમાં CJI હોવું જરૂરી છે. આ કેસની સુનાવણી CJI DY ચંદ્રચૂડના નેતૃત્વમાં 5 જજની બેન્ચ કરશે. CJI ઉપરાંત એમાં જસ્ટિસ સંજીવ ખન્ના, બીઆર ગવઈ, જેબી પારડીવાલા અને મનોજ મિશ્રા પણ સામેલ છે. સમિતિમાં CJI ન હોવાને કારણે નિમણૂક પ્રક્રિયામાં ગોટાળા થવાની આશંકા અરજદારોએ મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનર (નિયુક્તિ, કંડિશન ઓફ સર્વિસ એન્ડ ટર્મ ઓફ ઓફિસ) એક્ટ-2023ની કલમ 7ને પડકારી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ બંધારણની કલમ 14નું ઉલ્લંઘન કરે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સિલેક્શન સમિતિમાં વડાપ્રધાન, વિપક્ષના નેતા અને ચીફ જસ્ટિસ હોવા જોઈએ. કેન્દ્ર સરકારે 2023માં બનાવેલા કાયદામાં ચીફ જસ્ટિસને સિલેક્શન સમિતિમાંથી હટાવીને તેમની જગ્યાએ પીએમ દ્વારા નોમિનેટ કરાયેલા કેન્દ્રીય મંત્રીને રાખવામાં આવ્યા છે. આ રીતે સિલેક્શન પ્રક્રિયા જોખમમાં મુકાશે અને ગોટાળા થવાની સંભાવના છે.

Post a Comment

Previous Post Next Post