રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મામલે ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટમાં મહાસંમેલનનું આયોજન કરશે. જેને લઈને આજે ગોંડલ રોડ પર આવેલી હરભમજીરાજ ગરાસિયા બોર્ડિંગ ખાતે રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં કોર કમિટીના 16 સભ્યો હાજર રહ્યા હતા. આગામી સમયમાં કયા પ્રકારની રણનીતિ ઘડવી તેની ચર્ચા-વિચારણા બેઠકમાં કરવામાં આવી હતી. બેઠક બાદ આગેવાનોએ જણાવ્યું હતું કે, રૂપાલાએ જાતે જ ચૂંટણી મેદાનમાંથી હટી જવું જોઈએ, ગામડાઓમાં પણ સંમેલન કરીશું. કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, મહિપાલસિંહની અટકાયત કરી, હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે તો ગૃહવિભાગની જવાબદારી રહેશે

Post a Comment

Previous Post Next Post